×

પ્રસ્તાવના

ગુજરાત રાજયના રપ જિલ્લામાં ઔધોગિક, સામજીક તેમજ આર્થિક સ્તરે સજજ બનેલો એવો મહેસાણા જિલ્લો અને એ મહેસાણા જિલ્લામાં વિશ્વના ફલક પર જેનું આગવું સ્થાન છે તે ઉંઝાનગર સામાજીક, આર્થિક, ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃતિઓ દ્વારા અગ્રેસર છે. તાલુકાના ૭૦-સરકારી પ્રાથમિક શાળાઓ ૧૦-ખાનગી પ્રાથમિક શાળાઓ ૧-આશ્રમ શાળા, ર૦- માઘ્યમિક તથા ઉચ્ચતર માઘ્યમિક શાળાઓ આર્ટસ અને કોમર્સ કોલેજ, લો-કોલેજ, ર-બી.એડ.કોલેજ, પીટીસી કોલેજ, આઈ.ટી.આઈ. કોલેજ વગેરે જેવી શૈક્ષણિક સંસ્થાઓ છે.